– વન-વે ભાડુ 6 હજારથી 12 હજારની વચ્ચે રહેશે
– પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે ચાર વિકલ્પો મળશે
– સુરતથી મોરેશિયસની ફ્લાઈટ શરૂ થઈ
અમદાવાદના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદના ડોમેસ્ટિક એયરપોર્ટ પર ઈન્ડિગોની 4 નવી ફ્લાઈટ શરૂ થઈ રહી છે. આ ફ્લાઈટના ટાઈમટેબલની વાત કરીએ તો, 10 ડિસેમ્બરથી તિરૂવનંતપુરમ, કોલકતા અને કોચીની ફલાઈટ શરૂ થશે. 11 ડિસેમ્બરથી ગુવાહાટીની ફ્લાઈટ શરૂ થવાની છે. જ્યારે અમદાવાદ એયરપોર્ટથી પ્રતિદિન ઈન્ડિગોના વિવિધ રૂટ પર ડોમેસ્ટિક ડિપોર્ચર કુલ 76ની આસપાસ થઈ છે.
વન-વે ભાડુ 6 હજારથી 12 હજારની વચ્ચે રહેશે
ઇન્ડિગોના નિર્ણય બાદ ઘણા સમય પછી અમદાવાદથી તિરુવનંતપુરમની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થવાની છે. આ ફ્લાઇટસ સપ્તાહમાં સોમવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર એમ ચાર દિવસ ઉડાન ભરશે.વાહાટી અને કોલકાતાની ફ્લાઈટ ડેઈલી ઓપરેટ કરાશે…આ ચારેય સેક્ટર પર વન-વે ભાડુ 6 હજારથી 12 હજારની વચ્ચે રહેશે.
સુરતથી મોરેશિયસની ફ્લાઈટ શરૂ થઈ
અમદાવાદની સાથે સાથે સુરતને પણ ફાયદો થશે. સુરતના લોકો શારજાહ અને દુબઈ બાદ મોરેશિયસ પણ જઈ શકશે.સુરત એરપોર્ટથી મોરેશિયસ વાયા બેંગ્લોરની ફ્લાઈટ શરૂ થવાની છે. મુસાફરો સુરતથી ફ્લાઈટ લઈને બેંગલુરુ થઈને મોરેશિયસ જઈ શકશે. ઈન્ડિગો એરલાઈન્સની આ ફ્લાઈટનું બુકિંગ શરૂ થઈ ગયું છે.
પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે ચાર વિકલ્પો મળશે
મોરેશિયસ માટે ફ્લાઇટ શરૂ થવાથી પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે ચાર વિકલ્પો મળશે. ખાસ કરીને સુરત-બેંગકોક ફ્લાઇટની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. હવે સુરત એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓનો વિસ્તાર થતો જણાય છે. ઈન્ડિગોની નવી ફ્લાઈટ્સ સાથે હવે કુલ ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને 23 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉપલબ્ધ થશે. આ સાથે સુરત એરપોર્ટ પર અને ત્યાંથી કુલ 54 ફ્લાઈટ્સ હશે.