- 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ઠંડીની શરુઆત
- નવેમ્બરમાં ફરી ચક્રવાત આવવાની શક્યતા
- રાજ્યમાં અણધાર્યો વરસાદ પડવાની શક્યતા
રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે, રાજ્યામાં આગામી 29 નવેમ્બરથી ઠંડીની એન્ટ્રી થઈ શકે છે. જ્યારે નવેમ્બરમાં ફરી ચક્રવાત આવવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પણ થઈ શકે છે.
આબોહવામાં બદલાવ જોવા મળી શકે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવાર સહિત 1થી 7 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જો કે, આગામી મહિનાની શરુઆતમાં આબોહવામાં બદલાવ જોવા મળી શકે છે. જ્યારે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વાવાઝોડાના પ્રભાવથી રાજ્યના અમુક વિસ્તારોમાં અણધાર્યો વરસાદ થવાની પણ શક્યતા છે.
29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ઠંડીની શરુઆત
જ્યારે આગામી મહિનામાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે, જેની તીવ્રતા 17થી 19 નવેમ્બર દરમિયાન વધુ જોવા મળી શકે છે. રાજ્યમાં 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ઠંડીની શરુઆત થવાની શક્યતા છે.